________________
શેરબજારની સિસ્મોલોજી
મ મનની મરામત
અર્થ એ દરેક મનુષ્ય માટે બાહ્ય પ્રાણ છે. અધ્યવસાય એ દરેક વ્યક્તિ માટે આંતરપ્રાણ છે. અધ્યવસાય એટલે મનના પરિણામ. કોઈ વસ્તુ માટેની “લ્હાય” કે કોઈ વસ્તુ પાછળની “હાય” એ અધ્યાત્મ જગતમાં બહુ મોટો અપરાધ ગણાય છે. કપડાંની અનેક જોડી હોય છે. તેમાંથી એકાદ જોડી બગડે તે પણ ચલાવી લેવાનું નથી. તો પછી એક અને માત્ર એક જ મન મળ્યું હોય તે દુર્ગાનગ્રસ્ત બને તે કઈ રીતે ચલાવી શકાય?
જે ક્ષેત્રમાં મિનિટે મિનિટે ભાવોમાં આવતી વધ-ઘટના કારણે મન સતત “લ્હાય” અને “હાયનો શિકાર બન્યા કરતું હોય તે આધ્યાત્મિક દૃષ્ટિએ તો ઘણું મોટું નુકસાન છે જ. માનસશાસ્ત્રની દૃષ્ટિએ પણ અત્યંત હાનિકારક છે. અહીં કોઈ આંકડાની સ્થિરતા નથી હોતી. કેવલ ઊથલપાથલનું જ સાતત્ય હોય છે. માટે આ વ્યવસાયમાં મનની તંદુરસ્તી સામે બહુ મોટું જોખમ છે.
અર્થ, આબરૂ અને આવતીકાલ ! ગૃહસ્થ જીવન સાથે સંકળાયેલી આ ત્રણ એવી નાજુક બાબતો છે, જે માનવીના મનને પળવારમાં ભીંસમાં લઈ લે છે. શેરબજાર આ ત્રણે બાબતે ગમે ત્યારે વિકરાળ પ્રશ્ન ઊભા કરી દેવા સક્ષમ છે.
S