________________
શેરબજારની સિસ્મોલોજી
સેવિંગ એકાઉન્ટ્સને બદલે ડિમેટ એકાઉન્ટ્સની મહત્તા સ્થપાઈ ગઈ !
કોઈ પુરુષને નુકસાની ગઈ હોય અને તેનું મોઢું પડી ગયું હોય ત્યારે તેની પત્ની ધીમે રહીને એક થેલી તેના હાથમાં મૂકે : “લ્યો ! આ બધું ઘરખર્ચમાંથી બચાવેલું છે. કટોકટીમાં કામ લાગે એ વિચારે જ રાખી મૂકેલું.” અને આ બચત તે પુરુષને ચાલતો કરી દે અને કુટુંબને બેઠું કરી દે. આજે એવી દયનીય પરિસ્થિતિ છે કે પચીસ-ત્રીસ લાખનો ઝટકો ખાઈને ભાઈ ઘરે આવે. પછી તેને ખબર પડે કે ઘરમાંથી બીજી બે-ત્રણ પેટી ઓછી થઈ છે. સ્ત્રીવર્ગ અને ટીનેજર્સ પણ આમાંથી બાકાત રહી શક્યા નથી. ”
સંપત્તિ એ ગૃહસ્થ જીવનની તમામ જરૂરિયાતોના પાયામાં હોવાથી તેને પાયાની જરૂરિયાત ગણી શકાય. આ પાયો જ્યારે હચમચે છે ત્યારે તેના ઉપર ઊભેલી આખી માનવ ઇમારત પડી ભાગે છે. બજાર તૂટે છે તે છાપે ચડે છે, પણ તૂટેલા બજાર સાથે બીજું કેટલું બધું તૂટે છે તે ક્યારેય છાપે નથી ચડતું. એટલે જ દેશની ભોળી (!) પ્રજા ફરી સાહસ કરવાનું દુઃસાહસ કરી શકે છે.
આ દેશમાં ખેડૂતો કરતા અનેકગણા આત્મહત્યાના કિસ્સાઓ મધ્યમવર્ગીય માણસોના બનતા રહે છે, પરંતુ તેમના દેવા માફીની કોઈ યોજના ક્યારેય આવવાની નથી.
માટે સંભાળજો !
૧૧)