________________
શેરબજારની સિસ્મોલોજી મારવામાં આવી તેનો પાછળવાળાને કોઈ અંદાજ આવ્યો નહોતો. (૩) આમ તો બે મોટાં વાહનો વચ્ચેની સ્પર્ધામાં જ સાયકલવાળાનો મરો થઈ ગયો હતો.
પેડલ માર્યા વગર પૂરપાટ પ્રગતિ સાધવાની ઇચ્છાવાળા તમામે આ રિપોર્ટમાંથી ઘણું શીખવા જેવું છે.
આપણે ત્યાં “પરસેવાનો પૈસો” કહેવાતો. શ્રમપૂર્વક કમાણી થવાથી આરોગ્ય તો જળવાય જ છે, સાથે આવેલ પૈસાનું મૂલ્ય અને શ્રમનું ગૌરવ પણ સમજાય છે. શેરબજાર બે મોટા નુકસાન કરે છે ?
(૧) અર્થવાસનાને ભડકાવી દે છે. (૨) શ્રમ માહાભ્યને ભુલાવી દે છે. -
આ બજારમાં આકર્ષિત થવામાં “ભળતી કમાણી” અને બેઠી કમાણીનું તત્ત્વ કામ કરી જાય છે. આ રીતે કમાવા ટેવાયેલા ઘણાની કેફિયત છે કે “હવે અમને બીજું કાંઈ ન ફાવે.” તેમાં મહત્ત્વનું કારણ એ છે કે આવી વ્યક્તિ શ્રમથી ટેવાતી નથી અને ઓછાથી ધરાતી નથી.
ધર્મશાસ્ત્રો તો ત્યાગ પ્રધાન હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ તો પૈસાનો પ્રેમ મૂળે જ ખરો નથી ગણાયો, પરંતુ જે રીતે પરસેવો પાડ્યા વગર ટંકશાળ પાડવાની મહેચ્છા લોકોમાં વધી રહી છે તે હકીકત વ્યવહારિક અને સામાજિક દૃષ્ટિએ પણ વિચારણીય બાબત ગણાવી જોઈએ.
--
- ૪૩ ---