________________
શેરબજારની સિસ્મોલોજી
“ખાડો” કહેવાય. પડ્યા પછી જ ખબર પડે તેને “ભૂવો” કહેવાય. શેરબજારમાં જ્યારે કડાકો બોલે છે ત્યારે “ખાડો” નહીં પણ “ભૂવો પડે છે. ખાડો પડે ત્યારે દેખાતું પરિવર્તન અપેક્ષિત હોય છે. ભૂવો પડે ત્યારે થતું પરિવર્તન આકસ્મિક હોય છે. બ્લેક મન્ડેનો ખ્યાલ લોકોને મંગળવારે આવે છે.
આમ તો આ સમગ્ર સૃષ્ટિ પરાપૂર્વકાળથી પરિવર્તનો જોતી આવી છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ પણ થઈ જાય અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ પણ થઈ જાય. પરંતુ કુદરતી રીતે આ કરામત થતા સૈકાઓ લાગતા હોય છે અને જો આકસ્મિક રીતે થાય તો તેનું સાતત્ય નથી હોતું. શેરબજાર એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં આકસ્મિક અને આત્યંતિક પરિવર્તનોનું સાતત્ય જોવા મળે છે. - ચંદ્રની કળામાં પણ વધઘટ થયા કરે છે, પણ તે ક્રમિક હોય છે. શેરબજારના ચંદ્રને કલા નથી હોતી. ત્યાં પૂનમ પછીની રાતે પણ અમાસ હોઈ શકે !
ચઢાવ કે ઉતાર એ કોઈપણ વ્યક્તિ કે વ્યવસાય માટે તેના અસ્તિત્વના જ એક ભાગરૂપ ગણી શકાય. Gradual changeને સમજી શકાય. Drastic change બે-ચાર દાયકે એકાદ વાર આવે તો તેને પણ પહોંચી વળાય. પરંતુ જ્યાં Drastic અને Dynamic changeનું સાતત્ય હોય ત્યાં પરિસ્થિતિ સમજ અને પહોંચની બહારની બાબત બની જતી
હોય છે.
તે
૩૯