________________
શેરબજારની સિસ્મોલોજી રીતે કહીએ તો જ્યારે રૂપિયો સમાજવાદી નથી રહેતો ત્યારે સમાજ મૂડીવાદી બનવા લાગે છે.
આજનો સમાજ અર્થકેન્દ્રિત બની ગયો છે. આજના માણસની રૂપિયાની ભૂખ એ ભૂખ મટીને “ભસ્મકના સ્વરૂપમાં પહોંચી ગઈ છે. શેરબજાર અને સટ્ટાખોરી આવા રોગમાં ભૂખ વધારવાનું કામ કરે છે.
જીવનમાં ટોચ કરતા તળિયાનું મહત્ત્વ વધુ હોય છે. લોભ પાસે ટોચ છે પણ તળિયું નથી. શાસ્ત્રકાર ભગવંતો ખરા અર્થમાં સુપર સાઇકોલોજિસ્ટ પણ લાગે. તેમનું એક માર્મિક વિધાન છે. ગઈ નહી તહી નદી, નર્દીિ નો પદ્ધ.. જેમ લાભ થતો જાય તેમ લોભ પણ વધતો જાય છે. આ દરેકને અનુભવસિદ્ધ છે.
આ દુનિયાના તમામ ખાડાઓ કરતા લોભનો ખાડો ઘણો વિલક્ષણ છે. માટી નાંખતા તમામ ખાડાઓ પુરાય છે,
જ્યારે લોભ એક એવી ખાઈ છે જ્યાં માટી નાંખતા તેનું ઊંડાણ વધે છે.
વીજમથકોમાં ઉત્પન્ન થતી વીજળી ઘણી હાઈ વોલ્ટેજવાળી હોય છે. એ જ સ્વરૂપે જો તે ઘરોમાં પહોંચે તો ઘરઘરમાં ભડકો થાય. પરંતુ એ જ વિજળી ટ્રાન્ફોર્મરમાંથી પસાર થઈને આવે છે જેથી તે લો-વોલ્ટેજવાળી બને છે. મનમાં ઊભી થતી અર્થલાલસાનું અતલ ઊંડાણ જોતા તેના હાઈવોલ્ટેજનો અંદાજ આવી શકે છે. એ જ સ્વરૂપે તેને
પ૯)