________________
શેરબજારની સિસ્મોલોજી
બચત : આવતી કાલનો શ્વાસ
કેટલાક લોકો જીવવા માટે ખાતા હોય છે. કેટલાક લોકો ખાવા માટે જીવતા હોય છે. જીવનમાં સાધ્યકક્ષા અને સાધનકક્ષાની સીટ પર સ્થાપિત થનાર તત્ત્વ બદલાય છે ત્યારે અનેક નવી ગરબડો સર્જાય છે.
સંપત્તિ એ ગૃહસ્થજીવનમાં અગત્યનું સાધન છે. આજના સમયે સંપત્તિ એ કદાચ અગ્રિમ સાધન બની ગયું છે છતાં એ સાધનકક્ષાએ રહે, સાધ્યકક્ષામાં ન આવી જાય તે જરૂરી છે. જગત આખા પર આજે પૈસાનું વર્ચસ્વ છે. એથી ય મોટી દુર્ઘટના એ છે કે તે જીવનનું સર્વસ્વ બની ગયો છે. પગરખા પગની સંભાળ માટે હોય છે. તે ગમે તેટલા સુંદર હોય તો પણ તેને ડાઈનિંગ ટેબલ પર ન જ મુકાય. શર્ટના ત્રીજા નંબરના બટનને પહેલા નંબરના ગાજમાં ફિટ કરી દીધા પછી શું થાય ? રૂપિયા ખિસ્સામાં ગોઠવાય એ નાનું જોખમ છે. રૂપિયા મગજમાં ગોઠવાય એ મોટું જોખમ
છે.
રૂપિયાનું વજન વધે એ મૂડીવાદ નથી. રૂપિયાને મળતા બૌદ્ધિક પીઠબળની માત્રા વધે એ ખરો મૂડીવાદ છે. બીજી
૫૮