________________
શેરબજારની સિસ્મોલોજી સરવાળે અમે કેવળ અંતર ઘટાડ્યું હતું. શ્રમ અને સમય બન્ને વધારે લાગ્યા હતા. વડીલશ્રીએ મોડું થવાનું કારણ પૂછ્યું. અમે અમારા “ટૂંકા રસ્તાની દાસ્તાન ટૂંકમાં જ કહી સંભળાવી. અમારી વાત સાંભળીને તેમણે ઉચ્ચારેલું એ સરસ વાક્ય હજી યાદ છે : “એવા ટૂંકા રસ્તે લાંબા થવાનું તમને કોણે કીધું'તું?
બહુ ઝડપથી શ્રીમંતાઈના સીમાડા સર કરવાની ધગશથી શેરબજારમાં ઝંપલાવી દીધેલા કેટલાય જણાના વીતેલા છેલ્લા મહિનાઓમાં જ્યારે છાલા ઊખડતા જોયા ત્યારે અમારા એ વડીલ પૂજ્યશ્રીનું માર્મિક વાક્ય યાદ આવી ગયું : “એવા ટૂંકા રસ્તે લાંબા થવાનું તમને કોણે કીધું તું?”