________________
શેરબજારની સિસ્મોલોજી
= આંટીઘૂંટી ને અટકળો
એક ગાય લેવી છે આપણે.’ લાલજીકાકાની વાત સાંભળીને મુનિમજી રૂપિયા એક હજારમાં ગામમાંથી જ એક ગાય ખરીદી લાવ્યા.
બીજે દિવસે ફરીથી લાલજીકાકાએ ગાય મંગાવી. રોકડા રૂપિયા ધરીને મુનિમજી ફરીથી ગાય ખરીદી
લાવ્યા.
ત્રીજે દિવસે શેઠે પાંચ ગાય ખરીદવા કહ્યું. મુનિમજી પાંચ ગાય ખરીદી લાવ્યા. આજે ગાય દીઠ રૂપિયા બારસો ચૂકવવા પડ્યા.
પછીના દિવસે શેઠે સામટી પચ્ચીસ ગાયો મંગાવી. ગાય દીઠ સોળસોના ભાવે ખરીદી થઈ ગઈ. આ ક્રમે એકાદ મહિનામાં ગામની સેંકડો ગાયો લાલજીકાકાએ ખરીદી લીધી. છેલ્લો લૉટ તો ગાય દીઠ અઢી હજાર રૂપિયા ચૂકવીને લીધો.
શુક્રવારની સમી સાંજે લાલજીકાકાએ મુનિમજીને બોલાવીને મોટી ડિમાન્ડ આપી : આપણે પાંચસો ગાય જોઈએ છે...' હવે ગામમાં અઢી હજારના ભાવે પણ ગાય મળતી નથી. પણ શેઠ મક્કમ હતા. તેમણે મુનિમજીને કહી
૧૨