________________
શેરબજારની સિસ્મોલોજી
દીધું : દોઢી કિંમતે પણ મારે પાંચસો ગાયો જોઈએ. હું બહારગામ જઈને સોમવારે આવીશ, ખરીદી થઈ જવી જોઈએ.
મુનિમજીએ ગામના ઘણા લોકોને બોલાવીને ગાય આપવા સમજાવ્યું. છેવટે મુનિમજીએ જબરું તિકડમ્ કર્યું : ‘જુઓ, એક કામ કરો. મારી કને સ્ટોક તો છે જ. ત્રણ હજા૨ના ભાવે તમે લઈને સોમવારે સવારે અહીં ફરી વેચવા આવજો. શેઠજી સાડા ત્રણ સુધી લેવાલ છે.'
ગામના લોકોમાં પડાપડી થઈ. સેંકડો ગાયો સાડા ત્રણ હજારના ભાવે ગામના લોકોએ લીધી. લોકો હજી રાહ જુએ છે પણ પેલા લાલજીકાકા હજી ફરક્યા નથી !
આજે માર્કેટમાં ચાલતી મોડસ ઓપરેન્ડી સમજવા આ કથા પર્યાપ્ત છે. આવા સેંકડો લાલજીકાકાથી સાવધાન ! ભળતી તેજી અને મંદીનાં પરિણામોની પાછળ રહેલી અને ડિમાન્ડ એન્ડ સપ્લાયના સમીકરણમાં ઉમેરાયેલી એવી કૃત્રિમતાને પિછાણી શકાતી નથી. માટે આવા કંઈક લાલજીકાકા ભત્રીજાઓનું ‘કરી જાય' છે !
ઉશ્કેરણીજનક નિવેદનો કે ભાષણો પર પ્રતિબંધ લાદી શકાય છે. ઉશ્કેરણીજનક સોદા પર કોઈના નિયંત્રણ હોતા નથી. પછી ભળતી તેજીનું વાતાવરણ સર્જાય છે અને આ વાતાવરણ ભલભલી વ્યક્તિના સંયમને તૂટવામાં સાથ આપે છે.
૧૩