________________
શેરબજારની સિસ્મોલોજી
કન્ઝયુમર માર્કેટમાં ગ્રાહકને હપ્તા પદ્ધતિની સવલત મળતી હોય છે. એક ઝાટકે માલ મળી જાય પછી હપ્ત હતું. પેમેન્ટની સવલત ! શેરબજારમાં રિવર્સ હપ્તા પદ્ધતિ ચાલે છે. હસ્તે હપ્ત કમાવાનું ને પછી એક ઝાટકે ધરી દેવાનું.
અહીં દેખાતું જીવન એ વાસ્તવમાં જીવન નથી હોતું, મોતની પ્રતિક્ષા જ હોય છે અને અહીં આવતું મોત એ કેવળ મોત નહીં પણ “કમોત' હોય છે. કોઈનું ભર્યુંભાદર્યું ઘર, કોઈનાં ઘરેણાં, કોઈની આબરૂ તો કોઈનું “સૌભાગ્ય' આ ખપ્પરમાં હોમાય છે.
બ્રિટનના પ્રખ્યાત ફિલસૂફ માર્ક ટ્વેને તેજી-મંદીના ખેલ અંગે માર્મિક ટકોર કરી છે : “બે હાલતમાં ક્યારેય સટ્ટો ન કરવો.
(૧) સટ્ટો કરવાનું પોસાય તેમ ન હોય ત્યારે. (૨) તમારી પાસે ખૂબ પૈસા હોય ત્યારે.”
૪૧