________________
શેરબજારની સિસ્મોલોજી અકબંધ ! આ બધી તકલીફ વચ્ચે ઉપરથી પસાર થઈ રહેલ કોઈ દેવવિમાનમાંથી તેને કોલ અપાય છે પણ ત્યારે પડનારા ટીપાની લાલચમાં તેને પણ નકારી દે છે ! મધના એક ટીપા જેવા સુખની આશામાં સંસારી જીવોની ભૌતિક આસક્તિનો ગ્રાફ સમજવા માટે જૈનશાસ્ત્રોમાં અપાયેલા મધુબિંદુનું આ પ્રસિદ્ધ ઉદાહરણ, છેલ્લા થોડા સમયથી શેરબજારમાં મૂડીરોકાણ કરીને બેઠેલાઓને જોઈને થોડા અલગ સંદર્ભમાં યાદ આવી જાય છે.
અમેરિકન મંદીનો હાથી આખા ઝાડને હલાવી રહ્યો છે. તેની અસર હેઠળ ગગડતા ભાવોની મધમાખીના તીખા ડંખ લટકી પડેલા રોકાણકારને પડી રહ્યા છે. પોતાની બચતની વડવાઈ સતત કપાઈ રહી છે. અનારોગ્ય, ખાધ, અસમાધિ અને આબરૂહીનતાના ચાર અજગરો નીચે મોં ફાડીને રાહ જોઈ રહ્યા છે. આવા અવસરે પેલો રોકાણકાર ફરી તેજીનું એક ટીપું ટપકે તેની રાહમાં આ વડવાઈ પકડી રાખે છે. આવા સાહસ ન કરવાની સલાહ આપનાર દેવદૂતને પણ “એકવાર કવર કરી લઉં... પછી બહાર નીકળી જઈશ” કહીને તે અવગણે છે. આ અવગણના તેને ભારે પડે છે.
ફૂલની સુગંધ માણસને ફૂલ તરફ આકર્ષે છે. મીઠાઈની સુગંધ માણસને મીઠાઈ તરફ આકર્ષે છે. સોના-ચાંદીનો ચળકાટ માણસને તેના તરફ આકર્ષે છે. હીરાનો ઝગમગાટ માણસને હિરા તરફ આકર્ષે છે.
[પ૪