________________
શેરબજારની સિસ્મોલોજી
ધસમસતા પાણીની નહેર પાસે માત્ર છબછબિયા કરવાના ઇરાદા સાથે ગયેલા ટેણિયાઓ તણાઈ જતા હોય છે.
અહીં તેજીના ગાજર પાછળ મંદીની કાતર હોય જ છે. અહીં ગઈકાલ સુધી માર્કેટ ફીવર હોય છે અને પછીના જ દિવસે ફીવર્ડ માર્કેટ હોય છે. આ બજાર જ્યારે માંદી પડે છે ત્યારે કંઈક લોકોને રાતે પાણીએ રોવાનો વખત આવે છે.
ભર-બજારે કોઈ ગાલ પર બે તમાચા મારી જાય તો માણસ તેના ઘરે પગ મૂકતો નથી. તેના ઘરનું પાણી પીતો નથી. આ બજારમાં ઊંધા હાથની થપ્પડ જેમણે પણ ખાધી હોય તેમણે પોતાના આત્મસન્માનની ભાવનાનો ટેકો લઈને પણ પોતાની સમાધિ ખાતર હવે આ બજારથી દૂર રહેવું જોઈએ...
રાંતોરાત પોતાની આબરૂ સામે પ્રશ્ન ખડો કરી દે તેવા ટ્રેન્ડને કર્યો વિવેકી આદર આપે ? ભરસભામાં દ્રૌપદીના ચીર હરણ કરનાર દુઃશાસન પ્રત્યે પાંડવોનો સોફ્ટ કોર્નર ન જ હોઈ શકે !...
પોતાના વ્હાલસોયા બાળકને રમાડવા કોઈના ઘરે મોકલ્યો હોય અને ત્યાંથી તેનું અપહરણ થઈ જાય તો એ ઘરની તપાસ તો થાય જ. અહીં લાખો લોકોની કમાણીની કે બચતની મૂડી ઘડીભરમાં હડપ થઈ ગઈ ત્યારે લોકોએ અસ્થાને વિશ્વાસ મૂકવાથી તો અળગા રહેવું જ જોઈએ.
૫૬