________________
શેરબજારની સિસ્મોલોજી ઊથલપાથલ સાથેની નથી હોતી. જ્યારે શેરબજાર અંગે તો, ભાઈ ભલું પૂછવું !
ક્રિકેટના મેદાનોમાં પિચની તાસીર અલગઅલગ હોય છે. બેટિંગ પિચ કે બાઉન્સી વિકેટ પર રમી શકાય. કેટલીક પિચ ત્રીજા દિવસથી ટર્ન લેવા માંડે. કોઈ વિકેટ છેલ્લે દિવસે તૂટવાના સ્વભાવવાળી હોય છે. આમાંની કોઈ પણ વિકેટ પર ક્રિકેટ એટલું અઘરું નથી જેટલું અન-ઇવન બાઉન્સવાળી વિકેટ પર હોય છે. કયો બોલ ઊછળશે અને કયો બોલ જમીન સરસો રહી જશે તેની કોઈ જ કલ્પના કરી ન શકાય. તેવી પિચ પ્લેયર માટે જોખમી કહેવાય. શેરબજારના ખેલૈયા આવી જોખમી પિચ પર રમી રહ્યા છે. શેરબજારની પિચ અનપેડિક્ટબલ છે અને આઉટફિલ્ડ સ્લિપરી છે. માટે ત્યાં રમવું પૂરું જોખમભર્યું છે.
ભૂકંપ વખતે ભૂમિ કંપે છે એટલા માત્રથી એ એટલો વિનાશક નથી. પણ એ કંપન ક્યારે થશે અને કેટલી તીવ્રતા સુધીનું થશે તેની સચોટ અને આગોતરી જાણકારી મળી શકતી ન હોવાથી ભૂકંપ વધુ વિનાશક ગણાય છે. શેરબજારમાં ચડાવ-ઉતાર અણધાર્યો હોય છે અને તેની માત્રાનો પણ કોઈ અંદાજ નથી હોતો.
ઉનાળામાં દિવસ લાંબા હોય અને શિયાળામાં રાત લાંબી ચાલે તે એક નિયત તથ્ય છે એટલે હજી મેનેજેબલ છે. આ માર્કેટની તેજી કે મંદી કેટલી ચાલશે એનો કોઈ પાકો
- ૨૧
૨૧