________________
શેરબજારની સિસ્મોલોજી કોઈ પ્રૌઢ બે દાયકામાં કાપડ કે કરિયાણામાંથી જેટલું કમાયા હોય તેનાથી અડધી ઉમરનો તેમનો દીકરો છ-બાર મહિનામાં જ બોલ્ટ ઉપરથી તેનાથી અધિક કમાઈ બેઠો હોય એવા બે-પાંચ કિસ્સાઓ, અંદર પડેલી ઈન્સ્ટન્ટ બેનિફિટની નાગણને સળવળતી કરવા કાફી છે. અને શીધ્ર સફળતાની અમીટ આશા સાથે પછી બંદો ઝંપલાવે છે. ક્યારેક એ ઝંઝાવાત કે ઝંપાપાત પુરવાર થનાર છે. તેની કોઈ કલ્પના ત્યારે ન પણ હોય. આવી બધી જ કલ્પનાઓને સાઈડ લાઈન કરીને, કેવળ આશાને ઓનલાઈન રાખીને તે ચાલે છે.
- તેલના કડાયામાં પૂરી નાંખતા જ જેમ તે ફૂલી જાય છે, તેમ શેરબજારના ઊકળતા કડાયામાં નાંખેલી. મૂડી બમણી.. ત્રણ ગણી.... પાંચ ગણી થઈ જશે. ધેટ ટૂ ઈન નો ટાઈમ !
- રેલ્વેતંત્રમાં ચાલતી તત્કાળ સેવા માફક વ્યવસાય જગતની જાણે તત્કાળ સેવા એટલે શેરબજાર ! આ પૈસા નાંખ્યા...ને બસ, આ કમાયા !
કોઈ દુબળીપાતળી વ્યક્તિનું શરીર વળે અને તે સશક્ત બને તે ચોક્કસ આવકાર્ય બાબત હોઈ શકે પણ તે સુધારો ક્રમિક હોય તો જ ! રાતોરાત શરીર ફૂલે તે સુધારો ન કહેવાય, “સોજો” કહેવાય.
હજી ગઈકાલે જેને મૂછનો દોરો નહોતો ફૂટ્યો તેવા ચહેરા પર અચાનક પઠાણી મૂછ ને ઈસ્માઈલી દાઢી જોવા
૧૯ }