________________
શેરબજારની સિસ્મોલોજી એક લીડિંગ મૅગેઝિનમાં આની કવર સ્ટોરી છપાઈ જેનું મથાળું હતું : “દલાલ સ્ટ્રીટ કે હલાલ સ્ટ્રીટ ?''
બધી બજારોના દરવાજા શેરબજારમાં ખૂલે છે એ જાણેલું, પણ શેરબજારનું પાછલું બારણું સ્મશાનમાં ખૂલતું હશે તે રહસ્ય પરથી પડદો ત્યારે જ ઊંચકાયો. આ Financial earthquake પછી પણ After Shocks ચાલુ જ રહ્યા. સદીઓનું સચવાયેલું અને દાયકાઓમાં ગાજેલું ભૂકંપની ચાર ક્ષણોમાં પડી ભાંગે છે. આ બજારનું ઓલટાઇમ ગ્રેટેસ્ટ કરેક્શન હતું. બજારના મોટા કરેકશન્સને સહજરૂપે લેવાની હિમાયત કરતા કેટલાકનું મન્તવ્ય એવું હોય છે કે પાંચ હજારના ઈન્ડેક્સ વખતે પાંચસો પોઇન્ટની ઊથલપાથલ જેમ દસ ટકાની ઊથલપાથલ હતી, તેમ હવે જ્યારે બજાર વીસ હજારથી ઉપરની સપાટીએ જાય ત્યારે બે બજાર પોઇન્ટની અફડાતફડી એટલા જ ટકાએ છે. તેમાં ગભરાઈ ઊઠવાનું ન હોય.” પરંતુ આ મુદ્દો વિચારણીય લાગે છે.
દસ ટકાની સમાનતા હોવા છતાં તે દસ ટકાનું variation ઊંચી સપાટીએથી હોય ત્યારે નુકસાનીનો અંદાજ . આખો જુદો હોય. કારણ કે તે વખતના Lossનો Magnitude ઊંચો છે:
ત્રણ માળના મકાનના પહેલા માળેથી માણસ પડે ત્યારે સામાન્ય ઈજા થાય પણ તેંત્રીસ માળી ટાવરના અગ્યારમા માળેથી માણસ પટકાય ત્યારે તે પતન મકાનના ત્રીજા