________________
શેરબજારની સિસ્મોલોજી
હિમશિલાઓ પીગળે અને દરિયાની સપાટી વધે તેમ એફઆઈઆઈના અબજો ડૉલર્સના ઇન્વેસ્ટમેન્ટના કારણે અહીં વર્તમાનમાં ક્યારેય ન જોઈ હોય તેવી બ્રોડ બેઝ તેજીનો પવન ફૂંકાયો. પણ આ ઘટના પછી મેજર કરેકશન્સ થયા તેમાં લોકો ગણતરીની પળોમાં જ સાફ પણ થઈ ગયા. પાંચ અબજ ડૉલરના રોકાણ દરમ્યાન જોવા મળતા ઉછાળા કરતા એકાદ અબજ ડૉલરનું રોકાણ પાછું ખેંચાય ત્યારે જોવા મળતો કડાકો વધુ મોટો અને “જીવલેણ હોય છે. આખા વર્ષની કમાણી માત્ર પાંચ-દશ ટ્રેડિંગ સેશન્સમાં જ ધોવાઈ જાય છે ત્યારે જલિયાંવાલા બાગ કાંડની યાદ આવી જાય. હા, જનરલ ડાયરની ભૂમિકા અહીં પડદા પાછળ રહે છે.
ઈ.સ. ૧૯૦૦માં ભારતમાં વેપારના નામે મંજૂરી મેળવી લેનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની જ શું ફરી નવા સ્વરૂપે કાર્યરત બનીને સમગ્ર બજારને પોતાની gripમાં લઈ રહી નથી ને ? એવો પણ ભય ક્યાંક સેવાઈ રહ્યો છે.
સિનિયર એનલિટ્સનાં તારણોમાં પણ શેરબજારમાં સરપ્લસ મૂડીના પચાસ ટકાથી વધુ રકમ ન રોકતા જે તે સેફ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટમેન્ટમાં રોકવાની ભલામણો હોય છે. ક્યારેક નિષ્ણાતો પણ ઇન્વેસ્ટમેન્ટ અંગેની ટિપ્સ આપતા સાથે લખે છે : “સબ્બક્ટ ટુ માર્કેટ રિસ્ક !” આ બજારનાં જોખમોનો અણસાર તેમાં વર્તાતો હોય છે.
૩૨.