________________
શેરબજારની સિસ્મોલોજી મોટા ભાગના ચાલકો લર્નિગ લાયસન્સવાળા હોય છે.
અને તેથી આગળ વધીએ તો ગાડી માંડ ચલાવવાવાળા ટ્રક ચલાવતા હોય છે !
વાતાવરણનું ઉષ્ણતામાન ક્યારેક ૩૫ ડિગ્રીએ હોય અને ક્યારેક ૪૫ ડિગ્રી હોય એ બની શકે, પરંતુ ૩૫ ડિગ્રીનો પારો હોય ત્યારે ૪૫ ડિગ્રીની ગરમી ક્યારેય ન હોય. આ બજારમાં ઇન્ડેક્સ ક્યારેક વિશ હજાર ઉપર તો ક્યારેક પંદર હજારની અંદર પણ હોય અને ખરી વિચિત્રતા એ લાગે કે ચૌદ હજારના ઇન્ડેક્સ વખતે આઠ હજાર ઇન્ડેક્સ વખતના ભાવો હોય, જે સામાન્ય માણસની ધારણા બહારનું હોય છે.
આ બજારના આંકડાની માયાજાળ અંગે કે લાગતી સર્કિટોના Sacred (કે secret) રહસ્યો અંગે બહુ મોટો વર્ગ અજાણ હોય છે. છાપાવાળા છાપે કે “શેરબજારમાં ઉછાળો એટલે તે પણ ઊછળે !
ઇન્ડિયન ટીમનો ટોટલ સ્કોર સતત ૪૦૦ ઉપર રહેતો હોય પણ તે દરેક મેચમાં મોટા ભાગનું સ્કોરિંગ માત્ર સચિન કે સેહવાગનું જ રહેતું હોય તો ઇન્ડિયાનું રેંકિંગ ટોપ પર દેખાવા છતાં ટીમ ઇન્ડિયા વાસ્તવમાં નબળી જ ગણાય.
દરેક પ્લેયરની એગ્રિગેટમાં સુધારો હોય તો ખરા અર્થમાં ટીમ ઇન્ડિયા ટોપ પર કહેવાય. આમ ટોપ પર દેખાવા છતાં વાસ્તવમાં ટોપ પર ન હોવું એ શક્ય છે. આવો
૧૫