SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી - સાઈડકારની સવારી દિલ્હીના તખ્તા પર બેસનાર બાદશાહ નાદિરશાહનો હાથી પર સવારી કરીને સ્વાગતપૂર્વક નગરમાં પ્રવેશ કરાવવાનું ગોઠવાયું હતું, ત્યારે હાથી પર ચડતા જ નાદિરશાહે હાથીની લગામ પોતાના હાથમાં આપવા જણાવ્યું. સહેજ હસીને મહાવતે કહ્યું : વાહ ! હાથી હૈ, घोडा नहीं. इसकी लगाम तो महावत के हाथों में ही रहेती हैं। જવાબ સાંભળતા જ નાદિરશાહ કૂદકો લગાવીને નીચે ઊતરી ગયા અને પોતાને માટે ઘોડો લઈ આવવા જણાવ્યું. ઊંચાઈ પર હોય તો દરેકને દેખાઈ શકે એ માટે લાગતાવળગતાઓએ તેમને સમજાવ્યા. ત્યારે નાદિરશાહે આપેલો જવાબ ઘણો માર્મિક અને સૂચક હતો. “ઊંચાઈનો આનંદ તો જ સાચો કે લગામ આપણા હાથમાં હોય. જેની લગામ આપણા હાથમાં નહીં તેવી ઊંચાઈનો આનંદ પણ ન લેવાય, ભરોસો પણ ન રખાય.” બજારની અફડાતફડી પોતાના હાથમાં નથી એ જાણવા છતાં ઊંધું ઘાલીને શેરબજારમાં પડનારા સહુ આજે આવી જોખમી સવારી કરી રહ્યા છે. ૩૦
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy