Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 72
________________ શેરબજારની સિસ્મોલોજી માટે અહીં આવનારે આ મોટાં જોખમોને ખિસ્સામાં લઈને ફરવું પડે છે. અરમાન અને અનુભવનું મિશ્રણ કરીને આ બજાર માટે કહેવું હોય તો એમ કહેવાય : An illusionary Heaven for money and a sure hell for mind! ચિત્તપ્રસન્નતા એ જીવનનું ખરું અમૃત છે. તેને ઢોળીને જિંદગીના પ્યાલામાં બીજું કશુંય ભરાય નહીં. આજે પોતાની સ્વસ્થતા નામની પ્રિયતમાને દાવ પર લગાડીને સટ્ટો કરનારા લાખો લોકોને જોતાં મહાભારતનો દ્યૂત પ્રસંગ તાજો થઈ જાય છે. પાંડવો દ્રૌપદીને હારી ગયા એ દુર્ઘટના હતી, પણ દ્રૌપદીને દાવમાં મૂકી દીધી એ તેમની વિવેકશૂન્યતા હતી. કોઈ પૈસાને દાવમાં મૂકે તે સમજી શકાય, પણ પ્રિયતમાને દાવામાં ન મુકાય. શેરબજારમાં સંકળાયેલ વ્યક્તિ પોતાની પ્રસન્નતા નામની પ્રિયતમાને દાવ ઉપર ઉતારે છે. પછી રૂપિયાની લાલચ અને બજારના ક્લચમાંથી એ છૂટી શકતો નથી. છેલ્લાં ચારેક વર્ષમાં પાંચ હજારથી એકવીસ હજારની મજલ સેન્સેક્સે કાપી છે. આ તેજીમાં ઘણાંએ પોતાના બાપીકા ધંધા, નોકરી છોડીને શેરબજારમાં ઝુકાવ્યું. સામાન્ય વેપારીથી લઈને વિદ્યાર્થી સુધી, શ્રીમંત બિલ્ડરથી લઈને નોકરિયાત સુધી, ટીનેજર્સથી લઈને નિવૃત્તીની જિંદગી જીવનારાઓ સુધી, ડૉક્ટરો, શિક્ષકો, વકીલોથી લઈને દૂધવાળા ને પાનના ગલ્લાવાળા સુધી. બધાં જ વર્ષોથી બચાવેલી પોતાની મૂડીને લઈને શેરબજારમાં જવા લલચાયા. ૬૩Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78