Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 61
________________ શેરબજારની સિસ્મોલોજી કનેક્શનના આવનારાં પરિણામો અંગે બેફિકર રહી શકે છે એ આશ્ચર્ય છે. કર્મવાદના cause & effectના equationની ઐસીતૈસી કરવાની હિંમત કરી શકનારા આ કોઈ દુઃખોને સામી છાતીએ ભોગવી જાણે એવા હિંમતવાન હોતા નથી. એક જાણકાર વ્યક્તિના સટ્ટા બાબતે ટંકશાળી શબ્દો હતા : (૧) તેને માનસિક શાંતિ રહેવી કઠિન છે. (૨) પરિવારમાં સંસ્કાર, સંપ અને સ્નેહ જાળવવા અઘરા થઈ પડે. (૩) આબરૂ સામે ગમે ત્યારે જોખમ ઊભું થઈ શકે છે. (૪) પોતાના પરિવારમાં આરોગ્ય સામે ગમે ત્યારે ખતરો ઊભો થઈ શકે છે. ટૂંકમાં, સંતાપનું સાતત્ય મળી રહે તેવાં જોખમો સાથેનો આ ખેલ છે. આ રીતે માણસ, હિંસાથી લઈને અનેક પ્રકારનાં જોખમો સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધી રહ્યો છે. કોઈ ‘માણસ’ આ માણસોને સમજાવશે. ૫૨

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78