Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 62
________________ શેરબજારની સિસ્મોલોજી - તેજીનું મધુબિન્દુ ટ............ક.! મધનું ટીપું ઝાડ ઉપરથી પડ્યું અને વડવાઈ પકડીને લટકતા માણસના નાક પર થઈને તેની જીભને અડ્યું.. સ્વર્ગીય સ્વાદ માણવા મળ્યો. એક ટીપાના રસ ચટકે દિલ બાગ બાગ થઈ ગયું ! એ રસ ફરી ચાખવાનો લોભ થયો. કૂવાના કાંઠે રહેલા ઘટાદાર એ વૃક્ષની કૂવા ઉપર લટકતી વડવાઈ પકડીને એક માણસ લટકી રહ્યો છે. એ કૂવાની અંદર ચાર અજગરો મોં ફાડીને “આવનારા ખોરાકને ઝીલવા આતુર છે. ઉપર બે ઉંદરડા કામે લાગ્યા છે. જે વડવાઈ પકડીને પેલો લટક્યો છે તેને તીક્ષ્ણ દાંતથી કાપી રહ્યા છે. એક હાથી આખા થડને પોતાની સૂંઢમાં ભેરવીને હલબલાવી રહ્યો છે. આ હલનચલનથી ઉપર રહેલા -- મધપૂડામાંથી માખીઓ ઊડીને પેલાને ડંખી રહી છે. આ બધી તકલીફ વચ્ચે પણ પેલો લટકીને એટલા માટે રહ્યો છે કે મધપૂડામાંથી થોડી વારે બહાર જમા થયેલ એક મધુબિંદુ નીચે ટપક્યું હતું. અને તેનો સ્વાદ માણવા મળ્યો હતો. ફરી પાછું બીજું ટીપું જામે અને ટપકે તેની રાહમાં પેલો હજી લટકેલો છે. ડંખ, પીડા અને જોખમ બધું જ -પ૩)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78