Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 65
________________ શેરબજારની સિસ્મોલોજી ધસમસતા પાણીની નહેર પાસે માત્ર છબછબિયા કરવાના ઇરાદા સાથે ગયેલા ટેણિયાઓ તણાઈ જતા હોય છે. અહીં તેજીના ગાજર પાછળ મંદીની કાતર હોય જ છે. અહીં ગઈકાલ સુધી માર્કેટ ફીવર હોય છે અને પછીના જ દિવસે ફીવર્ડ માર્કેટ હોય છે. આ બજાર જ્યારે માંદી પડે છે ત્યારે કંઈક લોકોને રાતે પાણીએ રોવાનો વખત આવે છે. ભર-બજારે કોઈ ગાલ પર બે તમાચા મારી જાય તો માણસ તેના ઘરે પગ મૂકતો નથી. તેના ઘરનું પાણી પીતો નથી. આ બજારમાં ઊંધા હાથની થપ્પડ જેમણે પણ ખાધી હોય તેમણે પોતાના આત્મસન્માનની ભાવનાનો ટેકો લઈને પણ પોતાની સમાધિ ખાતર હવે આ બજારથી દૂર રહેવું જોઈએ... રાંતોરાત પોતાની આબરૂ સામે પ્રશ્ન ખડો કરી દે તેવા ટ્રેન્ડને કર્યો વિવેકી આદર આપે ? ભરસભામાં દ્રૌપદીના ચીર હરણ કરનાર દુઃશાસન પ્રત્યે પાંડવોનો સોફ્ટ કોર્નર ન જ હોઈ શકે !... પોતાના વ્હાલસોયા બાળકને રમાડવા કોઈના ઘરે મોકલ્યો હોય અને ત્યાંથી તેનું અપહરણ થઈ જાય તો એ ઘરની તપાસ તો થાય જ. અહીં લાખો લોકોની કમાણીની કે બચતની મૂડી ઘડીભરમાં હડપ થઈ ગઈ ત્યારે લોકોએ અસ્થાને વિશ્વાસ મૂકવાથી તો અળગા રહેવું જ જોઈએ. ૫૬

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78