Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 60
________________ શેરબજારની સિસ્મોલોજી લઈને સટ્ટાની અનેક દૂરગામી નુકસાનો પણ છે જે સમાજ માટે ખતરારૂપ છે. સટ્ટાના દૂરગામી નુકસાનો કદાચ સૌથી વધુ સારી રીતે તો સટ્ટોડિયા જ સમજી શકે, સમજાવી શકે. પગ નીચે એક કીડી કચડાઈ જાય ત્યારે જીવ બાળનારા.. બારી બંધ કરતી વખતે કોઈ વાંદો કે ગિરોળી સપડાઈ જતા કકળી ઊઠનારા.... - ઘરની સાફસૂફી વખતે કબાટ પર પંખીએ મૂકેલું ઈંડું ફૂટી જતા આંસુ સારનારી ધગધગતી શ્રદ્ધા ધરાવનારાઓ... અતિ ઘોરકક્ષાના ભઠ્ઠા, અળગણ પાણીથી લઈને સીધા કે આડકતરા... પ્રાણીવધ સાથે સંકળાયેલી કંપનીઓમાં પણ રોકાણ કરી બેસે છે. ત્યારે દયા, કરૂણા અને જયણાના સરનામેથી તત્ત્વજ્ઞાનથી ટપાલો પાછી ફરે છે. એક બાજુ આંગળીમાં ફાંસ વાગી જતા સીસકારો નાંખનારા.. સળગતી બીડીના ઠૂંઠા પર ખુલ્લો પગ પડી જતા ઊછળી પડનારા... આંખ આવી જાય કે સામાન્ય તાવ આવી જાય ત્યારે સહન ન કરી શકનારા દુઃખભીરુ જીવો આવી હિંસા સાથેના પ૧

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78