Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 55
________________ શેરબજારની સિસ્મોલોજી - જોખમ સાથે જોડાણ ઘણાં વર્ષો પૂર્વે સ્વ. ગુરુદેવ શ્રી વિજય ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજાનો પૂર્વ ભારત તરફનો વિહાર ચાલુ હતો. કાશીની વિખ્યાત યુનિવર્સિટીમાં પંડિતોની સભા સમક્ષ તેઓશ્રીનું પ્રવચન યોજાયું હતું. જૈનદર્શનના કર્મવાદને તેમણે અદૂભુત રીતે પીરસ્યો હતો. “કરે તે ભરે? તે અંગે આખી દુનિયા સંમત થઈ જાય. જૈનદર્શન “વરે તે ભરેમની થિયરીમાં માને છે. પ્રત્યક્ષ હિંસા કરવી એ હિંસા છે. હિંસા સાથે કોઈપણ રીતે (માનસિક પક્ષપાતરૂપે પણ) જોડાયેલા રહેવું તે પણ હિંસા છે. હિંસા કરનારા અને હિંસાને વરનારો બને હિંસક ગણાય છે. આપણે Direct હિંસા ક્યાં કરી છે ?” આવા છેતરામણા સવાલોના ઓઠા હેઠળ ઘણા વિરાટ હિંસાના મસમોટા પાપને છાવરવા મથે છે, જે ભ્રમણા છે. આતંકવાદ ફેલાવવો એ ગુનો છે તો આતંકવાદીને શસ્ત્રો આપવા, નાણાં પૂરા પાડવા, તેને આશ્રય આપવો તે પણ ગુનો બને જ છે. આતંકવાદ સાથે કોઈ પણ રીતે સંકળાયેલા રહેવું એ આતંક ૪૬Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78