Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 54
________________ શેરબજારની સિરમોલોજી બજારની આકસ્મિક અને આક્રમક ઊથલપાથલના કારણે વ્યક્તિની સ્વસ્થતા અને સ્વભાવ ઉપર નકારાત્મક અસર ઊપજે છે. સતત ચિંતા, તાણ, અનિદ્રા, ખાવાની અરુચિથી લઈને સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. બ્લડપ્રેશરની તકલીફો અને ડાયાબિટીસ જેવા દર્દોનો વ્યાપ આજે ઝડપભેર વધી રહ્યો છે. આરોગ્યની સાથે વ્યક્તિની આવડત ઉપર પણ અવળી અસર પડે છે. બીજા ધંધાના રસ, ઉત્સાહ અને આવડત જળવાતા નથી, જે ક્યારેક વ્યક્તિને ન ઘરનો, ન ઘાટનો કરી મૂકે છે. ' “ખિસ્સા ભર્યાના સુખ કરતા “જાતે નર્યાનું સુખ આગળની હરોળમાં છે. ૪૫

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78