Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 53
________________ શેરબજારની સિસ્મોલોજી વિશેષ પ્રયત્ન વગર ક્યારેક કોઈને મોટી કમાણી થઈ જાય એ કદાચ જીવનનું સૌભાગ્ય હોઈ શકે પણ વગર મહેનતે રળી લેવાનું આકર્ષણ ઊભું થઈ જાય એ જીવનનું દુર્ભાગ્ય ગણાય ! ' રૂપિયાનું અવમૂલ્યન એ અર્થતંત્રને સ્પર્શતો મુદ્દો છે પણ શ્રમનું અવમૂલ્યન એ સમગ્ર આરોગ્યતંત્રને સ્પર્શતા મુદ્દો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તારણ મુજબ રોગવૃદ્ધિના મહત્ત્વનાં પાંચ કારણો રજૂ થયાં છે. તેમાં બેઠાડું જીવનશૈલી અને “અતિશય તાણને અનારોગ્યના મહત્ત્વનાં કારણો ગણાવ્યા છે. જીવનશૈલી શ્રમયુક્ત અને સ્ટ્રેસમુક્ત હોવી જોઈએ. આજે આ અંગે શીર્ષાસન થયેલું જોવા મળે છે. શ્રમમુક્ત અને સ્ટ્રેસયુક્ત જીવનશૈલીમાં લોકો પરોવાયા છે. શેરબજારનું વધી રહેલું વળગણ લોકોના જીવનમાંથી શ્રમ દૂર કરવાનું અને તનાવને ગોઠવી દેવાનું બેવડું કામ કરે છે. આમ ડાયાબિટીસથી લઈને ડિપ્રેશન સુધીના નવા રોગોની “માર્કેટ કેપ” વધતી ચાલી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉચ્ચારેલી ચેતવણી મુજબ કેવળ ભારતમાં જ આવનારા દાયકામાં ડાયાબિટીસના દર્દીની સંખ્યા બમણી થઈ જવા સંભવ છે. (વન પ્લસ વન બોનસ !) ૪૪

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78