Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 51
________________ શેરબજારની સિસ્મોલોજી - અજંપાનું એડ્રેસ સાયકલ પર સવારી કરી રહેલા માણસે તરકીબ અજમાવી. રસ્તે ચાલતી મોટી માલવાહક ટ્રકની સાંકળ પાછળથી તેણે ડાબા હાથમાં પકડી લીધી. ગણતરીની પળોમાં સાયકલ પણ ચીલ ઝડપે દોડવા લાગી. પેડલ માર્યા વગર આગળના કોઈ વાહનને ઓવરટેક કરવાની નેમ સાથે પેલા ટ્રક ડ્રાઇવરે ટ્રકની સ્પીડ વધારી દીધી. આગળવાળી લકઝરી વધુ તેજ ગતિએ દોડવા લાગી. ટ્રકની સ્પીડ ઔર વધી. આ બંનેની ગતિનો સીધો ફાયદો પેલા સાયકલ સવારને થયો. સાયકલ તો જાણે ઊડવા લાગી ! તેમાં અચાનક જ સામેથી જોખમ જણાતા ટ્રક ડ્રાઇવરે એકદમ જ બ્રેક મારી. સાયકલ સવારનું માથું ત્યારે જોરથી ટ્રકની પાછલી કિનાર સાથે અફળાયું અને તેનું કરુણ મોત નીપજ્યું ! આગળવાળાએ બ્રેક મારી પાછળવાળાને ટક્કર લાગી ! સાયકલ સવારની મૃત્યુ પ્રક્રિયાનું પોસ્ટમોર્ટમ કરો તો રિપોર્ટ કંઈક આવો આવશે : (૧) સાયકલ પાસે આકસ્મિક અને રોકી ન શકાય તેવી ગતિ હતી. (૨) બ્રેક આગળથી — —૪૨)Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78