Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 47
________________ શેરબજારની સિસ્મોલોજી વર્તમાન સ્થિતિમાં શેરબજારમાં આવતાં આકસ્મિક કરેક્શન્સ આ આસાલિક પ્રાણીની યાદ અપાવી જાય છે. ઊંચી સપાટીવાળા સેન્સેક્સના લેયર નીચે તૈયાર થઈ રહેલો કડાકો અચાનક ઊંડો ખાડો પડી ગયા પછી જ કળાય છે. આશ્વસ્ત અને વિશ્વસ્ત બહુ મોટો જનસમૂહ તેમાં ગરક થઈ જાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ બજારમાં નવા જોડાયેલા લોકો મોટા પ્રમાણમાં છે અને અગાઉ કરતા અત્યારની ઊથલપાથલ વધુ તીવ્ર અને શીધ્ર ઘટના બની ગઈ છે. આજથી દસ જ વર્ષ અગાઉ ઈન્ડેક્સ જે સપાટીએ હતો તેટલી ઊથલપાથલ તો આજે એક જ સોમવારમાં થઈ શકે છે. રોકાણકારોનો વધેલો વ્યાપ સાથે ઊથલપાથલની તીવ્રતા અને શીઘતા જોતા આવી ઘટનાને ગીચ શહેરી વિસ્તારમાં રાતના સમયે આવેલા ૭.૨ની તીવ્રતાના ભૂકંપ સાથે સરખાવી શકાય. તાજેતરમાં વર્તમાનપત્રમાં એક સચિત્ર અહેવાલ નજરે ચડેલો. પાલનપુર પાસે રોડ પરથી પસાર થતી એક ટ્રક અચાનક જ રોડ પર પડી ગયેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી. તેને બહાર કાઢવા ખાસ કેન બોલાવવી પડી હતી. ગુજરાતનો ભૂપ્રદેશ આવી ભૂવા પડી જવાની ઘટનાથી પરિચિત છે. “ખાડી” અને “ભૂવામાં દેખીતું સામ્ય હોવા છતાં એક નોંધપાત્ર ફરક રહ્યો છે. અગાઉથી ખબર હોય અને પડે તેને ૩૮)Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78