Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 46
________________ શેરબજારની સિસ્મોલોજી – રિવર્સ હપ્તાપદ્ધતિ જૈનાચાર્ય શ્રી શ્યામાચાર્ય રચિત આગમસૂત્ર પ્રજ્ઞાપના મહાગ્રન્થના પ્રારંભમાં વિવિધ પ્રકારના જીવ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. તેમાં ‘આસાલિક’ નામના એક મહાકાય જીવની વિગતો આપવામાં આવી છે. અતિદીર્ઘતાવાળું તથા તદનુરૂપ પહોળાઈ અને ઊંચાઈવાળું શરીર ધરાવતું આ પ્રાણી જમીનની નીચે ઉત્પન્ન થાય છે અને જમીન ખોદીને આટલી મોટી દેહરચના કરી દે છે. બહારથી જોનારને ખ્યાલ પણ ન આવે કારણ કે ઉપરથી માટીનું લેયર અકબંધ જણાતું હોય છે. બહુ ટૂંકા આયુષ્યવાળું આ પ્રાણી પોતાની આવરદા પૂર્ણ કરે ત્યારે તેના શરીરના પરમાણુઓ વિખરાઈ જાય છે અને તેથી તે સ્થળે જમીન અચાનક બેસી જવાથી ઊંડો ખાડો થઈ જાય છે. તે વખતે તે સ્થળે જે હોય તે બધું જ અંદર સમાઈ જાય છે. એમ કહેવાય છે કે મસમોટા રાજસૈન્યોની આખી છાવણી કે કોઈ આખા ગામ-નગરનો સફાયો થવાનો હોય ત્યારે ‘આસાલિક' તે જમીન નીચે ઉત્પન્ન થાય છે. ક્ષણ પહેલા જ્યાં મોટી વસતિ દેખાતી હતી ત્યાં પળવારમાં જ બધું ગરક થઈ જાય ! 39

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78