Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 44
________________ શેરબજારની સિસ્મોલોજી સુરક્ષા એ અગ્રિમ બાબત છે. ગમે તેટલું વળતર હોય છતાં સલામતીના ભોગે કાંઈ જ ન હોઈ શકે. એક જાણકારે સરસ કહેલું : Security is the largest interest. એકાદ વાર ફડચામાં ગયેલી બેંકને ફરી પાટે ચડવું બહુ અઘરું બની જતું હોય છે. અગાઉ તગડું વ્યાજ આપી ચૂકેલી કોઈ નામાંકિત પાર્ટીમાં પણ એકાદ વાર જેના રૂપિયા ખોટા થયા હોય તેવી વ્યક્તિ તે પાર્ટીને ફરીથી નાણા ધીરવાનું સાહસ ટાળે છે. છાશવારે ને છાશવારે લાખો લોકોને કરોડોમાં નવડાવી દેવા પંકાયેલી વ્યવસાય પદ્ધતિ ઉપરની લોકોની આસ્થા જોતા તેમની અંધશ્રદ્ધા અંગે માન ઊપજે છે અને તેમની વિવેકબુદ્ધિ બદલ પ્રશ્ન ઉદ્ભવે છે. ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીવે' વાળી કહેવત અહીં બુરખા હેઠળ હોય છે. અહીં તો દૂધનો દાઝ્યો ઊકળતા કડાયાનું તેલ પીવા થનગને છે. અહીં જીતનારા ઝૂમતા ઝૂમતા ૨મે છે, હારનારો હાંફતા હાંફતા ૨મે છે. જીતનારો ડબલ કરવાના અરમાનમાં છે, હારનારો કવર કરવાની પેરવીમાં છે. એકવાર પગથિયું ચૂકી જનારો સંભાળીને ચાલે. ઉંબરાની ઠેસ વાગતા નખ ઊખડી ગયો હોય તો કાયમ તે ઉંબરાથી સંભાળીને ચાલે. અહીં તો જ્યાં લપસી ગયો હોય ત્યાંથી જ નવું ટેક ઑફ લેવાની લાલચ ! ધોવાઈ જવા છતાં ૩૫

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78