Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 43
________________ શેરબજારની સિસ્મોલોજી જે છત પર ગોળીઓ ફરતી હોય તેની નીચે ખુલ્લા વાસણમાં પડેલો દૂધપાક પીતા પણ માણસ અચકાય છે, કારણ કે સલામતી સામે સ્વાદ ગૌણ છે. અજાણ્યો માણસ કરન્સી ભરેલી બૅગ આપી દે તો તે લેતા પણ માણસ અચકાય, કારણ કે સલામતી સામે સંપત્તિ પણ ગૌણ છે. સલામતી એ કેવળ શરીર પરનું વસ્ત્ર નથી કે જેને શારીરિક દૃષ્ટિએ જોવામાં આવે ! પોતાના સંતાનોના સંસ્કાર સામે જોખમ જણાય તો વ્યક્તિ તેને તેવી સ્કૂલમાંથી ઉઠાવી લે છે. કોઈના થકી પોતાની આબરૂ સામે જોખમ જણાય તો સજ્જનો તેવી વ્યક્તિને મળવાનું પણ ટાળે છે. સલામતી એ કોઈ પણ ક્ષેત્રની હોય, તે કાયમ પ્રથમ હરોળમાં રહેવા ટેવાયેલી છે. સલામતી અંગેની આ જનમતિનું શીર્ષાસન આજે વ્યવસાયના ક્ષેત્રે જોવા મળે છે. અહીં ગુમાવનારને ફરી બેઠા થવાની આશા પણ અહીં જ દેખાય છે. અહીં ધોવાણના અનુભવ ઉપર કમાણીની કલ્પનારાણીનું સામ્રાજ્ય હોય છે. અસલામતીનો અનુભવ અને સલામતીની આશા બન્ને એક જ સ્થળે, એક જ સમયે ક્યારેય હોઈ ન શકે તેવી સીધી અને સાદી સમજ પણ અહીં આવેલો માણસ ગુમાવી બેસે છે. બચત અને રોકાણ માટે ત્રણ બાબતો અગત્યની ગણાય છે ઃ સુરક્ષા, વળતર અને લિક્વિડિટી. તેમાં પણ ૩૪

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78