Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 39
________________ શેરબજારની સિસ્મોલોજી - સાઈડકારની સવારી દિલ્હીના તખ્તા પર બેસનાર બાદશાહ નાદિરશાહનો હાથી પર સવારી કરીને સ્વાગતપૂર્વક નગરમાં પ્રવેશ કરાવવાનું ગોઠવાયું હતું, ત્યારે હાથી પર ચડતા જ નાદિરશાહે હાથીની લગામ પોતાના હાથમાં આપવા જણાવ્યું. સહેજ હસીને મહાવતે કહ્યું : વાહ ! હાથી હૈ, घोडा नहीं. इसकी लगाम तो महावत के हाथों में ही रहेती हैं। જવાબ સાંભળતા જ નાદિરશાહ કૂદકો લગાવીને નીચે ઊતરી ગયા અને પોતાને માટે ઘોડો લઈ આવવા જણાવ્યું. ઊંચાઈ પર હોય તો દરેકને દેખાઈ શકે એ માટે લાગતાવળગતાઓએ તેમને સમજાવ્યા. ત્યારે નાદિરશાહે આપેલો જવાબ ઘણો માર્મિક અને સૂચક હતો. “ઊંચાઈનો આનંદ તો જ સાચો કે લગામ આપણા હાથમાં હોય. જેની લગામ આપણા હાથમાં નહીં તેવી ઊંચાઈનો આનંદ પણ ન લેવાય, ભરોસો પણ ન રખાય.” બજારની અફડાતફડી પોતાના હાથમાં નથી એ જાણવા છતાં ઊંધું ઘાલીને શેરબજારમાં પડનારા સહુ આજે આવી જોખમી સવારી કરી રહ્યા છે. ૩૦Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78