Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 36
________________ શેરબજારની સિસ્મોલોજી પૂર્વનિર્ધારિત હોય છે. અહીં તો કયા દિવસે ઉપવાસ થાય તેનો ભરોસો નહીં. વર્ષીતપના ઉપવાસમાં નવું ઇન-ટેક બંધ ! અહીં તો નવું આપવાનું બંધ અને જૂનું ખાધેલું બધું ઓકાવી પણ દે ! આ બજારમાં ગયેલાની તાસીર પણ જબરી રહે છે. તેમની પાસે નફારૂપે આવે તે મૂડી લગભગ બજારમાં જ રમતી રહે છે અને જાય ત્યારે ગજવામાંથી જાય છે. ગુજરાતના એક શહે૨ના બોલ્ટ ઑપરેટરે પોતાને ત્યાં મધમાખીના ડંખ જેવું અણિયાળું વિધાન કરતું બોર્ડ લટકાવ્યું છે : ‘શેરબજાર એક મંદિર છે. મંદિરમાં મૂકવા માટે જ અવાય, ત્યાંથી લઈને ક્યારેય જવાય નહીં.’ સ્ટોક માર્કેટ અંગે કોઈએ પરિચય આપ્યો છે : ‘સ્ટોક માર્કેટ એક એવી આશીર્વાદ પ્લેસ શાપિત જગ્યા છે, જ્યાંની ફ૨શ ઉપર લાખો રૂપિયા વેરાયેલા પડ્યા હોય છે. એ વેરાયેલી રકમને માત્ર નીચા વળીને વીણી લ્યો એટલે એ ૨કમ તમારી ! બહુ આસાન અને ગુલાબી છાપ પાડતી આ પ્રવૃત્તિમાં એક પ્રોબ્લેમ એ છે કે ત્યાં લાખ્ખો લોકો આ રીતે વાંકા વળી વળીને વેરાયેલી ૨કમ વીણવા રઘવાયા બન્યા હોય છે. તમે પણ વાંકા વળો ત્યારે તમારા એક ખિસ્સામાંથી મંદીવાળા તમારું ખિસ્સું કાતરી જાય છે અને બીજા ખિસ્સામાંથી તેજીવાળા તમારું પાકીટ મારી જાય છે. અને હા, ૨૭

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78