Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 35
________________ શેરબજારની સિસ્મોલોજી વર્ષોના અનુભવવાળી અને પેઢીઓથી ચાલી આવતી પોતાની સ્ટેબલ બિઝનેસ લાઈનમાંથી ઘણા વળાંક લઈ શેરબજારની દિશા પકડે છે. પોતાની સીમિત મૂડીમાં સાહસ કેટલું ખેડી શકાય? માટે કોઈ દાગીના ગિરવે મૂકે, કોઈ વ્યાજે રકમ લઈને ઝંપલાવે છે. કોઈ પોતાની બધી બચતને અંદર ધરબી દે છે. પછી બજારના ચક્રાવાઓનો અજાણ એ પથિક જ્યારે અચાનક જ નુકસાનીના ઊંડા કલણમાં ખૂંપી જાય છે અને પછી તેમાંથી બહાર નીકળવાના જે રીતનાં હવાતિયાં મારે છે તે દૃશ્યો જોતા ભૂકંપ પછીના કાટમાળ હેઠળ દટાયેલા, “બચાવો”ની ચીસો પાડતા બંધુઓની યાદ આવી જાય. કેટલાકની લાશ નીકળે છે, કેટલાક પોતાના હાથ-પગ મૂકીને નીકળે છે. શેરબજાર એક એક્સપ્રેસ હાઈવે છે. ત્યાં સેફ એન્ડ સાઉન્ડ ગેમ રમવાની નેમ સાથે ગયેલા પણ સેફ રમી શકતા નથી અને સાઉન્ડ રહી શકતા નથી. જૈનોમાં થતી અનેકવિધ તપસ્યાઓમાં વર્ષીતપ બહુ પ્રચલિત છે. આ એક લાંબો તપ છે, જેમાં વર્ષ સુધી એકાંતરે ઉપવાસ અને એકાંતરે ભોજનની સિક્વન્સ ચાલે છે. શેરબજાર વળી નવા ફોર્મેટનો વર્ષીતપ લાગે. ક્યારેક આપે. ક્યારેક ભૂખ્યા રાખે. વર્ષીતપમાં તો ઉપવાસના દિવસો -૨૬)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78