Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 34
________________ શેરબજારની સિસ્મોલોજી - - પ બ્લેક હોલ चोरो की बस्ती है, लूटेरो का डेरा है, संभल के जाना मुसाफिर ! रात का अंधेरा है । પ્રવાસે નીકળેલા કોઈ અજાણ પથિકના હાલસોયા ભાઈ બનીને કબીરજીએ તેના કાનમાં આપેલી સલાહ જરા અલગ સંદર્ભમાં વિચારીએ. અહીં ચોરીનો ભય દર્શાવવાના બહાને ભક્તકવિએ ચોરી વખતનું આખું પર્યાવરણ છતું કરી દીધું છે : વાતાવરણમાં અંધારું હોય... જનાવરણમાં ચોરોના ડેરા તંબુ હોય.. મેદાનમાં તમે એકલા હો ત્યારે ચોરીને મોકળું મેદાન મળી જાય છે ! પરંતુ, આ તો પાંચ સૈકા પહેલાનો ખ્યાલ રહ્યો ને ! આજે એકવીસમી સદીમાં તો અંધારી રાતે નહીં પણ ધોળે દિવસે અને ચોરોની વસતીમાં નહીં પણ ભરી બજારે માણસો લૂંટાય છે – અને એ પણ જાણી જોઈને ! અહીં તો જાણે લૂંટાઈ મરવાની માણસે હોડ બકી છે. ર૫

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78