Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 32
________________ શેરબજારની સિસ્મોલોજી ચાલે તેનો ભરોસો નહીં. અનિશ્ચિત દશા બધે દશા ફેરવનારી હોય છે. ઇન્કમટેક્સની રેઈડ વિકરાળ એટલા માટે લાગે છે કે તેની કોઈ જ પ્રિ-ઈન્ફર્મેશન હોતી નથી. ક્યારેક શસ્ત્રોના પરીક્ષણ માટે ધડાકા કરાય છે. પણ તે નિર્જન સ્થળે અને આજુબાજુવાળાને જણાવવાપૂર્વક થતા હોવાથી ભય કે નુકસાની ફેલાવતા નથી. જ્યારે આતંકવાદના નેજા હેઠળ થતા બોંબધડાકા ટાઈમર સાથે સેટ કરેલા હોવા છતાં લોકોને તેનો અંદાજ ન હોવાથી જ મોટી જાનહાનિ થાય છે. જેવું આ બોંબધડાકાનું છે તેવું ઈન્ડેક્સના કડાકાનું છે થયા પછી જ ખબર પડે ! ગરમ કરેલા દૂધને ફાટવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. જામેલા બરફને પીગળવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. ખીલેલા કુલને કરમાવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. ઊગેલા સૂરજને આથમવાનો કંઈક ચોક્કસ સમય હોય છે. પણ... ઊછળેલા ઈન્ડેક્સને તૂટવાનો કોઈ જ ચોક્કસ સમય હોતો નથી. સળંગ ચાર મહિના સુધી સતત ઊછળતો પણ રહે અને મહિનામાં ચાર વાર પટકાય પણ ખરો. માર્ચ મહિનાના પ્રારંભમાં ગુજરાતના આકાશમાં શ્રેણીબદ્ધ રીતે ઊડતા પંખીઓ નજરે પડે છે. આ ફ્લેમિંગો પંખી હોય છે. પરપ્રાન્તથી આવા પંખીઓ શિયાળો ગાળવા ૩ - - -Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78