Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 31
________________ શેરબજારની સિસ્મોલોજી અંદાજ હોતો નથી. કેટલાકને બ્લડપ્રેશરની તકલીફ રહેતી હોય છે. હાઈબ્લડપ્રેશર કે લો-બ્લડપ્રેશરને હજી પહોંચી વળાય. પણ Fluctuation જોખમી છે. ઘરમાં રહેલા સોફા પર સૂઈ શકાય. હિંચકા પર બેસી શકાય. પણ કોઈ એવો સોકો, જે દિવસમાં ગમે ત્યારે બે-ચાર મિનિટ માટે “હિંચકો બની હિલોળે ચડે તેની પર બેસવામાં જોખમ તો પૂરેપૂરું ! ક્યારેક કોર્ટમાં કોઈ બાબતે કેસ ચાલતો હોય તો ચાલનારા કેસની તારીખ અગાઉથી જણાવી દેવાય છે. સ્કૂલમાં લેવાતી પરીક્ષાની આગોતરી જાણ કરાતી હોય છે. રાજ્યોમાં થનારી ચૂંટણીની તારીખો અગાઉથી જાહેર થઈ જતી હોય છે. એટલે આ બધી બાબતોને મેનેજ કરવી સરળ બની જાય છે. શેરબજારની તેજી-મંદીના કોઈ ચોક્કસ ચોઘડિયા હોતા નથી. કેટલાંક નાનાં શહેરોમાં વીજળીના વપરાશને રેગ્યુલેટ કરવા માટે નિયત સમયે વીજકાપ મૂકવામાં આવે છે. તેની અગાઉથી જાણ હોવાથી લોકો પોતાનાં કાર્યો તે પ્રમાણે સેટ કરતા હોય છે. પણ ક્યારેક અચાનક જ પાવર ચાલ્યો જાય ત્યારે તેના ભરોસે રહેલા લોકો “લટકી જાય છે. ' કંપનીનો આખો સ્ટાફ રજાને દિવસે જેમ ગેરહાજર હોય છે તેમ હડતાલને દિવસે પણ ગેરહાજર હોય છે, છતાં ફરક પડે છે. રજા પૂર્વનિર્ણત હોય છે અને હડતાલ કેટલી (૨)

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78