Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 29
________________ શેરબજારની સિસ્મોલોજી “એક બહુ મોટું જોખમ, તમે જે નથી જાણતા એ કામ કરવામાં છે. એવી એક બહુ જાણીતી ઉક્તિ છે. અજાણ્યા પાણીમાં તરવાની આવડત વગરનો કોઈ ખાબકે તેને ડૂબવાનો વારો પણ આવી શકે. - દરિયામાં ભરતી આવે એ સ્વીકાર્ય છે, પણ ગમે ત્યારે આવે તો એ સ્વીકાર્ય ન બની શકે. ઋતુઓના પરિવર્તન સ્વીકાર્ય છે, પણ આકસ્મિક પરિવર્તન આફત લાવે છે. વરસાદ પાક ઉગાડે છે. માવઠું પાકને સાફ કરી દે છે. રસ્તો હોય ત્યાં ખાડાટેકરા ને વળાંકો પણ રહેવાના. પણ તેના સાઈનબોક્સ ખૂબ ઉપયોગી જ નહીં, અત્યંત જરૂરી પણ છે. વગર સાઈનબોર્ડ આવી જતો શાર્પ ટર્ન ગાડીને ક્યારેક ઉથલાવી દે. આગોતરી જાણ વગર આવી જતો બમ્પ કેવા હચમચાવી મૂકે છે ! Nonpredictability એ કોઈપણ વસ્તુ વ્યક્તિ માટે બહુ મોટું ઉધાર પાસું ગણાય. જેના મૂડનો કોઈ ભરોસો ન હોય તેવા માણસ માટે એમ કહેવાય કે “ભાઈ ! એનું કાંઈ ઠેકાણું નહીં. ક્યારેક ઠેકાણે હોય તો ક્યારેક ઠેકાણે પાડી દે.” તેમ જે બજાર Moody હોય તેમાં કરેલા મૂડીરોકાણનો પણ ભરોસો નહિ. તેજી અને મંદી તો કોઈપણ બજારનું સ્વરૂપ હોઈ શકે. પણ બીજી બજારો અને શેરબજારમાં પાયાનો ફરક એ છે કે બીજી બજારોમાં તેજી અને મંદી અણધારી અને મોટી (૨૦)

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78