Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 33
________________ શેરબજારની સિસ્મોલોજી ભારતમાં ખાસ નળસરોવરની આસપાસ ઊતરી પડે છે અને ઋતુ બદલાતા તે પાછા વતનની દિશા પકડી લે છે. તેઓ આવું કરી શકે છે, કારણકે સામાન્ય રીતે ઋતુચક્ર નિર્ધારિત હોય છે. પરંતુ આ રીતે શેરબજારમાં તેજી વખતે ઊતરી પડવું અને મંદી પહેલા નીકળી જવું એ સંભવિત નથી, કારણ કે અહીં તેજી કે મંદી બન્ને અચોક્કસ બાબત છે. અહીં નિશ્ચિત છે માત્ર અનિશ્ચિતતા ! કેટલીક વ્યક્તિને અચાનક આંચકી આવી જવાની તકલીફ હોય છે. જે વખતે આખું શરીર એકદમ ખેંચાવા માંડે અને જાણે હોંશ જતા રહે છે. વારંવાર કે અચાનક આંચકી આવવાની તાસીરવાળી વ્યક્તિને ડૉક્ટર્સ ડ્રાઈવિંગ, સ્વિમિંગ જેવી પ્રવૃત્તિથી દૂર રહેવાની સખત સૂચના આપે છે. અચાનક આંચકી આવે તેવી વ્યક્તિએ જેમ સંભાળવું પડે, તેમ અચાનક આંચકો આપે એવા બજારથીય સંભાળવું પડે ! ૨૪Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78