Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 18
________________ શેરબજારની સિસ્મોલોજી કોઈ પ્રૌઢ બે દાયકામાં કાપડ કે કરિયાણામાંથી જેટલું કમાયા હોય તેનાથી અડધી ઉમરનો તેમનો દીકરો છ-બાર મહિનામાં જ બોલ્ટ ઉપરથી તેનાથી અધિક કમાઈ બેઠો હોય એવા બે-પાંચ કિસ્સાઓ, અંદર પડેલી ઈન્સ્ટન્ટ બેનિફિટની નાગણને સળવળતી કરવા કાફી છે. અને શીધ્ર સફળતાની અમીટ આશા સાથે પછી બંદો ઝંપલાવે છે. ક્યારેક એ ઝંઝાવાત કે ઝંપાપાત પુરવાર થનાર છે. તેની કોઈ કલ્પના ત્યારે ન પણ હોય. આવી બધી જ કલ્પનાઓને સાઈડ લાઈન કરીને, કેવળ આશાને ઓનલાઈન રાખીને તે ચાલે છે. - તેલના કડાયામાં પૂરી નાંખતા જ જેમ તે ફૂલી જાય છે, તેમ શેરબજારના ઊકળતા કડાયામાં નાંખેલી. મૂડી બમણી.. ત્રણ ગણી.... પાંચ ગણી થઈ જશે. ધેટ ટૂ ઈન નો ટાઈમ ! - રેલ્વેતંત્રમાં ચાલતી તત્કાળ સેવા માફક વ્યવસાય જગતની જાણે તત્કાળ સેવા એટલે શેરબજાર ! આ પૈસા નાંખ્યા...ને બસ, આ કમાયા ! કોઈ દુબળીપાતળી વ્યક્તિનું શરીર વળે અને તે સશક્ત બને તે ચોક્કસ આવકાર્ય બાબત હોઈ શકે પણ તે સુધારો ક્રમિક હોય તો જ ! રાતોરાત શરીર ફૂલે તે સુધારો ન કહેવાય, “સોજો” કહેવાય. હજી ગઈકાલે જેને મૂછનો દોરો નહોતો ફૂટ્યો તેવા ચહેરા પર અચાનક પઠાણી મૂછ ને ઈસ્માઈલી દાઢી જોવા ૧૯ }

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78