Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 16
________________ શેરબજારની સિસ્મોલોજી = ટૂંકો રસ્તો લાંબા કરી દે ! "Poison, Hanging from the fan, Jumping from the terrace, Railway track, There are many ways to suicide But I prefer F & O. Slow but sure !” કોઈ મોહક ચીજની આકર્ષક જાહેરખબરના શબ્દો હોય તેવી આ રજૂઆત ૨૦૦૮ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહે લાખો મોબાઈલ ધારકોએ પોતાના સ્ક્રીન પર નિહાળી હશે. બજારના સર્વકાલીન વિઘાતક કહી શકાય તેવા એ મરણતોલ ફટકાની કળ વળે તે પહેલાં જ માત્ર પાંચ જ અઠવાડિયાંમાં બજારનો સૌથી મોટો એવો બીજો કડાકો ૩જી માર્ચે આવી ગયો. વચ્ચેના દોઢ મહિનામાં જેમણે કંઈક સરખું કર્યું હતું તે બધા ફરી પાછા ‘સરખા’ થઈ ગયા ! બીજા કોઈપણ બજાર કરતાં શેરબજારની અસર સૌથી વ્યાપક અને ઘાતક હોય છે, કારણ સમાજનો બહુ મોટો વર્ગ આજે શેરબજારમાં ઊતરીPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78