Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 14
________________ શેરબજારની સિસ્મોલોજી શીખીએ છીએ. જ્યારે ભૂકંપમાં આપણું સર્વસ્વ ખૂંપી જાય ત્યારે જ આપણને ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરવાનું મન થાય.” બીજાં બજારોમાં વીશ વર્ષમાં જે ન મળે એ શેરબજારમાં વિશ મહિનામાં મળે” એવું બોલનારાઓને તે દિવસે ખ્યાલ આવ્યો કે બીજાં બજારોમાં વીશ વર્ષમાં જેટલું ન જાય તેટલું શેરબજારમાં માત્ર વીસ મિનિટોમાં જઈ શકે છે. આ બજાર જેટલું ફર્ટાઈલ છે તેથી વધુ વોલેટાઈલ છે. આ બજાર ક્યારેક બગીચો લાગે, શણગારી દે. આ બજાર ક્યારેક બુલડોઝર લાગે, કચડી નાંખે ! પેલા દળણું દળતા અંધ ડોશીમાની વાર્તા બાળપણમાં ઘણાએ સાંભળી હશે. દળી દળીને ડોશીમાએ ભેગો કરેલો લોટ, શેરીનો ડાઘિયો કૂતરો આવીને ચાટી જતો. વાસણમાં હાથ ફેરવતા લોટ ન જણાય એટલે ડોશીમા ફરીથી દળવા બેસતા. આમ, આટોચાટોની ગેમ ચાલ્યા કરતી. નાના માર્જિનમાં ધીમે ધીમે ભેગું કરનારા ઘણાનો બધો જ લોટ એક ઝાટકે સાફ થઈ ગયો ત્યારે સામટા લાખો લોકોની પેલા ડોશીમા જેવી સ્થિતિ થઈ. પોતાના બે વહાલસોયાને કમ્મરમાં ભરાવીને કોઈ ગૃહિણીએ જ્યારે કુવામાં પડીને આપઘાત કર્યો હોય ત્યારે અખબારો તેના સમાચાર છાપીને ઉપર મથાળું બાંધે છે : બંને બાળકો સાથે માતાએ કૂવો પૂર્યો.” શેરબજાર એક એવો

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78