Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 13
________________ શેરબજારની સિસ્મોલોજી ભાગેથી જ થયું હોવા છતાં જીવલેણ બને છે. વીસ કિલોની કાયા પર બે કિલોનો પત્થર પડે અને એંશી કિલોની કાયા પર આઠ કિલોનો પથ્થર પડે ત્યારે ઇજા સરખી ન હોય કારણ કે દસ ટકા એ દસ ટકા જ છે, છતાં ‘નાના દસ ટકા’ અને ‘મોટા દસ ટકા' વચ્ચે ફરક પડે છે. વનડે ક્રિકેટમાં વરસાદ વગેરેના કારણે અમલમાં આવતી ડકવર્ડ લૂઇસની થિયરી પ્રમાણે ક્યારેક કોઈ ટીમને એક ઓવરમાં ૧૬ રન કરવાના આવે અને ક્યારેક દસ ઓવરમાં ૧૬૦ રન કરવાના આવે. ઓવરદીઠ ૧૬ રનનો પડકાર બન્ને સ્થળે એક સમાન હોવા છતાં બન્ને સંજોગોના પ્રયાસો અને પરિણામો જુદાં રહેવાનાં તે સમજી શકાય છે. હવેના વર્ષમાં બજાર પચ્ચીસ હજારની સપાટી કુદાવશે' એવું ઇકોનોમિક ગ્રોથને આધારે સ્ટેટમેન્ટ ઘણા આપી શકે પણ ‘એ બજાર એક જ દિવસમાં અચાનક દસ ટકાએ નહીં જ તૂટે અને વર્ષ ભરનું બધું રળેલું રોળાઈ નહીં જ જાય' તેવું Assurance કોઈ આપી શકતું નથી. આ જોખમ સ્થાનનો જવાબ શું ? આ સમય ભયનો નથી પણ સભાનતા કેળવવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કવિ ઇમર્સનની તારવણી સાચુકલી લાગે. તેણે કહેલું : ‘આપણી પાછળ વાઘ પડ્યો હોય ત્યારે જ આપણે દોડતા ૪

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78