Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 25
________________ શેરબજારની સિસ્મોલોજી જ ખેલ આ બજારની આંકડાકીય માયાજાળમાં હોય છે. ગ્રુપ Aની તેજી એ સમગ્ર બજારની તેજી ગણાય છે. તાજેતરમાં છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં ૩૦ ટકા ગાબડું પડ્યું છે. (એકવીસ હજાર પરથી પંદર હજાર પર) ત્યારે મિડકેપ અને સ્મોલકેપની ઘણી સ્ક્રિપ્ટમાં તો છેક ૬૦થી ૭૦ ટકા જેટલો ભાવ ઘટે છે અને પછી ફરી બજાર ઊંચકાય ત્યારે પણ મોટા ભાગે ગ્રુપ માં આવતી ગણતરીની સ્કિના જ ભાવો ઊંચકાય છે. ફરી પાછો બજાર સર્વોચ્ચ સપાટી હાંસલ કરે તો પણ બધા તળિયા પાછા ટોચે પહોંચે તેવી શક્યતા હોતી નથી. - ઈ. સ. ૧૯૯૩ વખતે જે ગાજેલી સ્કિટ્સ હતી તે એક વાર પછડાયા પછી છેલ્લા ચાર વર્ષની ઐતિહાસિક તેજીમાં પણ પાછી પૂર્વવતુ થઈ નથી. આમ એક વાર ધોવાણ થયા પછી ફરી પાછું તેને મેળવી જાણવું એ શક્યતા બહુ જૂજ હોય છે. વર્ષો સુધી રાહ જોયા બાદ મૂળ કિંમત પણ હાથ ન લાગે એવી પૂરી શક્યતાઓ વચ્ચે એ વર્ષો સુધી જે રાહ જોઈ શકે તેમ જ નથી તેનું શું થાય ? અને જે ન છૂટકે રાહ જુવે તે પણ સતત આર્તધ્યાન અને આર્તનાદમાં ગૂંચવાય છે. ઘણા Long Term Investmentની હિમાયત કરે છે. વાસ્તવમાં નિષ્ફળ ગયેલું Short Term Investment એ જ Long Term Investment પુરવાર થાય છે ! જે ૧૬

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78