Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 26
________________ શેરબજારની સિસ્મોલોજી વાસ્તવમાં Dead investment હોય છે. ઉછાળો જોઈને કૂદી પડેલા ઘણાખરા આ વિષયના ઊંડા જાણકાર ન હોવાથી આ રીતે સલવાઈ જાય છે. ડિસેમ્બરમાં કોઈએ રમૂજી ટિપ્સ આપી હતી : “હાલ ટેમ્પરેચર ૮° છે, લઈ લ્યો. ચાર મહિના પછી ૪૫° થઈ જશે! અહીં રમૂજ સાથે લોકોની અજ્ઞાનતા અંગેની રિયાલિટીનું કંઈક પ્રતિબિંબ પણ પડે છે. ગાડી ચલાવતા શીખી ગયેલા નવા ચાલક “L”નું પાટિયું મારે તો તેને કાંઈક ફાયદો થતો હશે. અહીં રોકાણકારની અજાણદશા એ તેનો બચાવ નહીં, તેનો ગુનો બને છે. ન્યૂયોર્કમાં ડેનિયલ ડૂ નામનો શેરદલાલ હતો. તે શેરની સાથે ગાયોનો પણ ધંધો કરતો. મોટા ભાગની ગાયો જે વેચાતી તે કતલ માટે. જે ગાયો ખૂબ વજનવાળી હોય તેના ખૂબ ઊંચા ભાવ ઊપજતાં. આ દલાલ બદમાશી કરીને ગાયોને ભૂખે મારતો. તેને પરાણે માત્ર મીઠું ખવરાવતો અને વેચવાના સમયે તેને બેહદ પાણી પિવરાવતો. એટલી હદે કે ગાયોને આફરો ચઢી જાય. આ રીતે કૃત્રિમ રીતે ગાયોનું વજન વધારે. હકીકતમાં ગાયના શરીરમાં પાણી જ હોય, લેનારો જે સમજીને લે છે તે હોતું નથી. કેટલાક વોટી શેરોને આ રીતે કૃત્રિમ રીતે ઉપર ચડાવી દેવાય અને પછી પટકી પાડવાના હોય છે. તેને માટે ૧૭

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78