Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 24
________________ શેરબજારની સિસ્મોલોજી મોટા ભાગના ચાલકો લર્નિગ લાયસન્સવાળા હોય છે. અને તેથી આગળ વધીએ તો ગાડી માંડ ચલાવવાવાળા ટ્રક ચલાવતા હોય છે ! વાતાવરણનું ઉષ્ણતામાન ક્યારેક ૩૫ ડિગ્રીએ હોય અને ક્યારેક ૪૫ ડિગ્રી હોય એ બની શકે, પરંતુ ૩૫ ડિગ્રીનો પારો હોય ત્યારે ૪૫ ડિગ્રીની ગરમી ક્યારેય ન હોય. આ બજારમાં ઇન્ડેક્સ ક્યારેક વિશ હજાર ઉપર તો ક્યારેક પંદર હજારની અંદર પણ હોય અને ખરી વિચિત્રતા એ લાગે કે ચૌદ હજારના ઇન્ડેક્સ વખતે આઠ હજાર ઇન્ડેક્સ વખતના ભાવો હોય, જે સામાન્ય માણસની ધારણા બહારનું હોય છે. આ બજારના આંકડાની માયાજાળ અંગે કે લાગતી સર્કિટોના Sacred (કે secret) રહસ્યો અંગે બહુ મોટો વર્ગ અજાણ હોય છે. છાપાવાળા છાપે કે “શેરબજારમાં ઉછાળો એટલે તે પણ ઊછળે ! ઇન્ડિયન ટીમનો ટોટલ સ્કોર સતત ૪૦૦ ઉપર રહેતો હોય પણ તે દરેક મેચમાં મોટા ભાગનું સ્કોરિંગ માત્ર સચિન કે સેહવાગનું જ રહેતું હોય તો ઇન્ડિયાનું રેંકિંગ ટોપ પર દેખાવા છતાં ટીમ ઇન્ડિયા વાસ્તવમાં નબળી જ ગણાય. દરેક પ્લેયરની એગ્રિગેટમાં સુધારો હોય તો ખરા અર્થમાં ટીમ ઇન્ડિયા ટોપ પર કહેવાય. આમ ટોપ પર દેખાવા છતાં વાસ્તવમાં ટોપ પર ન હોવું એ શક્ય છે. આવો ૧૫

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78