Book Title: Share Bazarni Sismology Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 23
________________ શેરબજારની સિસ્મોલોજી આ બજાર ક્યારેક જ્યોતિષશાસ્ત્ર જેવું લાગે. જ્યોતિષશાસ્ત્રનો પાયો અનુમાન છે, તેમ શેરબજારનો પાયો અનુમાન છે. જ્યોતિષશાસ્ત્ર પર લોકોને ભારે વિશ્વાસ હોય છે, તેમ આ બજાર પર લોકોને ભારે વિશ્વાસ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં ભલે કશી ગમ ન પડે તેની પણ તેના પ્રત્યેની શ્રદ્ધા અવર્ણનીય હોય છે, એમ શેરબજારની આબોહવામાં નવા આવેલાની શ્રદ્ધા આશ્ચર્યજનક હોય છે. પરંતુ, જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાત બધા તો ન જ બની શકે ! આ બજારમાં થતા મૂડીરોકાણ કરતા પણ અનેકગણા મોટા પ્રમાણમાં વિશ્વાસ અને સાહસનું રોકાણ થયેલું હોય છે. અહીંના Assumption Based Adventureમાં જોડાયેલા ઘણા લોકો પોરસાય છે અને આંટીઘૂંટીની જાણ અપૂરતી હોવાથી છેવટે પીસાય છે. અટકળો (સ્પેક્યુલેશન) એ આ બજારનું અવિભાજ્ય અંગ છે. એટલે જ જોખમની શક્યતાઓ ઘણી છે. અહીં દિશા નવી હોય છે.... રસ્તા પર અણધાર્યા Bumps આવ્યા કરે છે.... સાઇન બોસ હોતા નથી. સિગ્નલની સમજણ ઓછી હોય છે. હોર્ન વગાડવાની કે હાથ બતાવવાની પ્રથા લગભગ નથી. ટ્રાફિક ભરચક હોય છે, રફતાર તેજ હોય છે. ૧૪Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78