Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 11
________________ શેરબજારની સિસ્મોલોજી હજારો કિલોમીટ૨ સુધીના વિસ્તારમાં અસર કરતો. લાખો કુટુંબોની લાખો વ્યક્તિઓના જીવન પર વ્યાપક અસર કરતો એ હતો ભૂકંપ ! * ઈસવી સન ૨૦૦૮ ૨૧મી જાન્યુઆરી સોમવાર સવારના ૧૦.૦૫ આસપાસનો સમય ! ઊઘડતે બજારે પાંચ મિનિટમાં જ બજાર બંધ થઈ જાય તે હદે સેન્સેક્સ તૂટ્યો... હજી તો ઉપરની સર્કિટના સ્વર્ણીમ સપનાંઓમાં બધા રાચતા હતા. રિલાયન્સ પાવરના આઈપીઓનાં તત્કાળ ધારેલા લાભના સ્વપ્નિલ મિનારાઓ એક વાર તો ધરાશાયી થઈ ગયા. કંઈકે ખખડધજ ઇમારતોના મજબૂત પાયા હચમચી ગયા. અમદાવાદ ખાતે કાંકરિયા તળાવ ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડે એ હદે વાતાવરણ ભયજનક બની ગયું હતું. કેટલાયના પાસબુકના આંકડા ફેરવાઈ ગયા... કેટલાયના નામે લાખોનું દેવું બોલવા માંડ્યું... મસ્ત સપનામાં મહાલનારા કંઈક અસ્તિત્વનો જંગ ખેલતા થઈ ગયા...

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78