Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 17
________________ શેરબજારની સિસ્મોલોજી પડ્યો છે. પહેલાં વ્યક્તિ બજારમાં ઊતરતી. આજે આખી ને આખી બજારો શેરબજારમાં ઊતરી પડે છે. અમદાવાદના એક કાપડના વેપારી કહેતા હતા : “અમારી દુકાન વર્ષોના ક્રમ મુજબ રોજ સવારે સાડા નવ વાગે ખૂલી જાય છે, પણ ઘરાકી તો બપોરે સાડા ત્રણ પછી જ શરૂ થાય !' આજથી લગભગ ત્રણેક દાયકા પહેલાં હીરાબજારમાં માનવમોજું ફરી વળેલું. વખત આવતા ઘણાં બિલ્ડિંગ લાઈનમાં ને જમીનની લે-વેચમાં લાગ્યા. અત્યારનો ટ્રેન્ડ શેરબજાર તરફનો છે. વ્યક્તિની જેમ જે તે બિઝનેસ લાઈનના પણ ચોક્કસ પિરિયડ હોઈ શકે. કમાણી દેખાતા લોકો તે દિશા ભણી વળે તે પણ સહજ છે. તેમાં પણ લગભગ કોઈ જ મહેનત વગર બેઠી અને તગડી કમાણીનો ચાન્સ કોણ છોડે? પણ માણસ અહીં જ થાપ ખાય છે. માણસના મનની આ એક તાસીર છે. તેને ‘ઈન્સ્ટન્ટ'નું જબરું વળગણ હોય છે. ઈન્સ્ટન્ટ પાક મેળવવાની લ્હાયમાં તે ખેતરોમાં રાસાયણિક ખાતર વાપરતો થયો. પાક વધવાની સાથે જમીનની ફળદ્રુપતા ઘટતી ચાલી. તૈયાર મસાલા, તૈયાર અથાણાં, તૈયાર લોટ...આ બધા ઈન્સ્ટન્ટના અલગ અલગ નમૂના છે. ઈન્સ્ટન્ટ બેનિફિટની આ વૃત્તિ સાથે માણસ જ્યારે ધંધામાં ઝુકાવે છે ત્યારે તેને શેરબજાર અને સટ્ટાખોરીનું વિશેષ આકર્ષણ થાય છે તે સહજ છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78