Book Title: Share Bazarni Sismology
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 15
________________ શેરબજારની સિસ્મોલોજી ભમ્મરિયો કૂવો છે જેમાં કેટલાય માણસો પોતાની વહાલસોયી બચત સાથે કૂદી પડે છે અને પછી બેમાંથી એકેયનો પત્તો ખાતો નથી. - આ એક એવો એરબલૂન છે જે છેક દોઢ હજાર ફીટની હાઈટ પર લઈ જઈને અચાનક જ ફાટી શકે છે ! આ એક એવો પેરાશૂટ છે જે અધવચ્ચે જ સંકોચાઈને વળી જઈ શકે છે ! આ એક એવો રોપ-વે છે જેના તાર ગમે ત્યારે તૂટી શકે છે ! આ એક એવી બૂલેટ ટ્રેઈન છે જે ત્રણસો કિલોમીટરની ઝડપે જ પાટા પરથી ઊથલી પડી શકે છે ! નાસાએ અવકાશમાં કોલંબિયા રમતું મૂક્યું હતું. પૃથ્વી પર પાછા ફરતી વખતે સહેજમાં તે પટકાયું હતું અને ત્યારે ભારતની અવકાશયાત્રી કલ્પના ચાવલા તેમાં ખપી ગઈ હતી. શેરબજાર એક એવું અવકાશયાન છે, જે કેટલાયની કલ્પનાઓને લઈને પટકાય છે ! સાવધાન !

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78